વાંકાનેરમા ફટાકડા ફોડવા મામલે ધોકા ઉડયા

- text


બે પરિવારો વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામેલ પાડોશીઓ બાખડી પડતા ધોકા ઉડયા હતા અને બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દિવાળીની રાત્રીના ફરિયાદી જીવણભાઈ ભરતભાઇ રાઠોડ મિત્રો સાથે ફટાકડા ફોડતા હતા ત્યારે આરોપી (૧) મુકેશભાઈ મંગાભાઈ સોલંકી(૨) યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૩) જેન્તીભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪) પિન્ટુભાઈ મંગાભાઈ સોલંકી (૫) મણીબેન મંગાભાઈ સોલંકી (૬) નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૭) દિનેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (૮) પારસ જેન્તીભાઈ સોલંકી તથા (૯) તુષારભાઈ જેન્તીભાઈ સોલંકી રહે-બધા-વાંકાનેર આંબેડકરનગર વાળાએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે મણીબેન મંગાભાઈ સોલંકી નામના વૃધ્ધાએ આરોપી (૧) ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ (૨) મીનાબેન ભરતભાઈ રાઠોડ (૩) જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (૪) ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા (૫) કૌશિકભાઈ ધીરૂભાઈ રાઠોડ રહે-બધા-વાંકાનેર આંબેડકરનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી ઘર પાસે ફટાકડા ફોડતા હતા ત્યારે ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાઈ જઇ તમામ આરોપીઓ ફરિયાદીના ઘર પાસે વારા ફરતી આવી કહ્યું હતું કે હવે પછી ગાળો કાઢી તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમારે ઠાર મારી નાંખશુ તેમ ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text