મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાના મંદિરે 5100 દીવડાની મહાઆરતી 

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન બાજુમાં નવલખી રોડ ઉપર આવેલા બહોળા જનસમુદાયની અતૂટ શ્રદ્ધા ધરાવતા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આજે દિવાળીના પર્વ પર 5100 દીવડાઓ પ્રગટાવી આ દીપમાળાની મહાઆરતી કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી.

ધક્કાવાળી મેલડી માતાજીના આખા મંદિરને 5100 દીવડાના દીપથી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો અને બેન્ડની સુરાવલી સાથે 5100 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાઈને મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. જો કે આજે દર રવિવારની જેમ આ મેલડી માતાના મંદિરે મેળો ભરાતો હોય એટલી ભક્તોની ભીડ અને ઉપરથી દિવાળીનો તહેવાર હોવાથી મોટી માનવ મેદની એકત્ર થઈને મેલડી માતાજીના દર્શનનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

- text

- text