અંબાલાલ પટેલની રોકેટ જેવી આગાહી : 14થી 16 નવેમ્બરે ચક્રવાત સર્જાશે 

- text


મોરબી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવાળીના તહેવાર સમયે જ 14થી 16 નવેમ્બર દરમિયાન ભારે ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરી રોકેટ જેવી આગાહી કરી છે, સાથે જ કમોસમી વરસાદ અને ઠંડી પડવા અંગેની પણ આગાહી પણ કરી છે.

હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી આગાહી કરી છે, જે તારીખ 8થી 12 નવેમ્બર વચ્ચે આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કમોસમી વરસાદ પડશે. પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાદળા છવાશે તેમજ અરબ સાગરમાં તારીખ 5થી 7 દરમિયાન લો પ્રેશર બનશે તેવી આગાહી કરી બંગાળ ઉપ-સાગરમાં 12 નવેમ્બર પછી હલચલ જોવા મળશે તેમજ 14થી 16 નવેમ્બર દરમિયાન ભારે ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરી છે.

- text

વધુમાં આગામી તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે તેમજ અરબ સાગરના ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહશે સાથે જ 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડી રહેશે તેવું આગાહીમાં જણાવ્યું હતું.

- text