વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે રંગોળી સ્પર્ધા

- text


વાંકાનેર : દિવાળીના તહેવાર નિમિતે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા તા. 5 નવેમ્બર 2023 ને રવિવાર અને સમય બપોરે 2:00 થી 5:00 રાખવામાં આવી છે.

આ સ્પર્ધામાં કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે સ્પર્ધા 5 થી 15 વર્ષ ના બાળકો અને 15 થી ઉપર ના દરેક લોકો એમ બે વિભાગમાં આયોજિત કરવામાં આવશે. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા વિજેતાને ઇનામ આપવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્ય રાહુલ જોબનપુત્રા ને મોં. 9265066096 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રંગોળી સ્પર્ધામાં વધારેમાં વધારે લોકોએ ભાગ લેવા માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા આમંત્રણ છે.

- text

- text