જેલી ફિશ દુનિયાનો એકમાત્ર એવો જીવ છે કે જે અમર છે! છે ને નવાઇ પમાડે તેવી વાત.. 

- text


આજે વર્લ્ડ જેલી ફિશ ડે : જેલી ફિશ તેની ખાસિયતોના કારણે આકર્ષણનું કેન્દ્ર બની છે

મોરબી : દુનિયામાં અનેક વિચિત્ર જીવ અસ્તિત્વ ધરાવે છે. આ જીવ લોકો વચ્ચે તેની ખાસિયતોના કારણે આકર્ષણનું કેન્દ્ર બને છે. આવો જ એક જીવ છે, ખાસ પ્રકારની જેલી ફિશ. આ જેલી ફિશ ખાસ એટલા માટે છે કે તે અમર છે. આ જેલી ફિશ ક્યારેય મરતી નથી.

જેલી ફિશ સીલેન્ટરેટા સમુદાયનું જળચર પ્રાણી છે. આ બહુકોષીય દરિયાઈ પ્રાણીનું શરીર દેખાવમાં છત્રી જેવું લાગે છે. તેની ૧૩ પ્રજાતિઓ છે. તેના શરીરમાંથી ઘણા પ્રવર્ધ નીકળેલા હોય છે, જેને ટેન્ટકિલસ (Tentacles) કહેવાય છે. તેની ત્રિજ્યા મર્યાદિત હોય છે. તેના શરીરના ઉપરના ભાગના મધ્યમાં ચહેરો અને મોં સાથે ચાર મુખભુજાઓ જોવા મળે છે.

દુનિયાભરમાં જેલિફિશની 1500થી વધારે પ્રજાતિ છે. આ માછલી જોવામાં પારદર્શી હોય છે પરંતુ તે ખતરનાક હોય છે. તેના ડંખથી માણસનું મોત પળવારમાં થઈ જાય છે. જેલી ફિશનું અસ્તિત્વ માણસ કરતાં પણ વધારે જૂનું છે. જેલી ફિશ ડાયનોસોર સમયથી ધરતી પર છે.

જેલી ફિશની ખાસીયતો

1. જેલી ફિશ ક્યારેય ન મરે તેવો જીવ છે. કારણ કે તેના અંદર એવી ખાસિયતો હોય છે. જો જેલી ફિશને કાપી નાંખવામાં આવે તો તેના બે ભાગમાંથી પણ અન્ય જેલી ફિશ જન્મ લે છે.

2. જેલી ફિશમાં 95 ટકા પાણી હોય છે. તેના કારણે આ માછલી પારદર્શક હોય છે. જેલી ફિશની લંબાઈ 6 ફૂટ સુધીની હોય છે અને તેનું વજન 200 કિગ્રા હોય છે. અત્યાર સુધીની સૌથી મોટી જેલી ફિશ અમેરિકામાં મળી હતી. જેની લંબાઈ 7.6 ફૂટ હતી.

3. વિશ્વનાં તમામ સમુદ્રોમાં જાતજાતની જેલીફિશ જોવા મળે છે. પેન્સિલની અણીના કદથી માંડીને ૮ ફૂટના વ્યાસ અને ૨૦૦ ફૂટ લાંબા તાંતણાવાળી જેલીફિશ જોવા મળે છે.

- text

4. જેલીફિશનું ગોળાકાર શરીર પારદર્શક હોય છે. તેના શરીર પર પૂંછડીની જેમ સેંકડો તાંતણા લટકતા હોય છે. આ તાંતણા ફેલાવીને તે શિકાર કરે છે.

5. જેલીફિશને મગજ, હૃદય, માથું, પગ કે હાડકા હોતાં નથી. માત્ર પાતળી ચામડીથી તે શ્વાસ લઈને જીવે છે. જેલી ફિશનું શરીર પારદર્શક હોવા છતાંય ત્રણ પડનું બનેલું છે.

6. જેલીફિશના શરીર પર એવા રીસેપ્ટર કોશ હોય છે કે તેના વડે તે આસપાસના વાતાવરણમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ, પ્રકાશ, ધ્રુજારી વગેરે પારખી શકે છે.

7. જેલીફિશ મૃત્યુ પામ્યા પછી પણ તેના તાંતણા ડંખ મારી શકે છે.

8. જેલી ફિશમાંથી ઘણી દવાઓ બને છે એટલે ઘણા દેશોમાં તેને ઉછેરવામાં આવે છે.

- text