હળવદ સાંદિપની સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

- text


હળવદ : મોરબીના પોલીસ અધિક્ષક સૂચના મુજબ અને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત એસ.પી. શી ટીમ તેમજ શી ટીમ દ્વારા હળવદ શહેરમાં આવેલી સાંદિપની ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી.

આ મુલાકાતમાં પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરી બાબતે તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓને ઉપયોગી થાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના રેકર્ડ તેમજ રેકર્ડની જાળવણી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. શી ટીમમાંથી મહિલા કોન્સ્ટેબલ મીનાબેન તારબુંદિયા અને પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ પીપળીયા દ્વારા જરૂરી મહિલા તેમજ બાળ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ જાદવ અને મહિલા કોન્સ્ટેબલ હિરલબેન કણઝરિયા દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

- text