મોરબીના મહિલાએ જન્મદિવસે પતિ અને અન્ય લોકોને ચક્ષુદાનનો સંકલ્પ લેવડાવ્યો

- text


મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મહિલાએ પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના પતિ ઉપરાંત અન્ય સાત લોકોને ચક્ષુદાનનો સંકલ્પ લેવડાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે.

વજેપર વિસ્તારમાં રહેતા અમરશીભાઈ ભીમજીભાઈ ડાભીના દીકરી અને પ્રેમભાઈ ચાવડાના પત્ની સીમાબેન ચાવડાએ પોતાના જન્મદિવસે વર્ષ 2018માં પોતાના ચક્ષુદાનનો સંકલ્પ લીધો હતો. ત્યારે આ વર્ષે સીમાબેન ચાવડાએ પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના પતિ ઉપરાંત અન્ય સાત લોકોને ચક્ષુદાનો સંકલ્પ લેવડાવી પોતાની જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.

- text

- text