પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ રૂ.34 લાખનો નફો શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ

- text


નવરાત્રી મહોત્સવમાં એકત્ર થયેલા નફાનો સેવાકાર્યો માટે સદુપયોગ કરાયો

મોરબી : મોરબીમાં સેવા સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યો માટે સતત આઠમા વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાટીદાર નવરાત્રી મહોત્સવની પૂર્ણાંહુતી થતા રૂ.34 લાખથી વધુ નફો થતા આ નફાની રકમ શહીદ પરિવાર અને ગૌશાળા સહિતની સંસ્થાઓને સેવાકાર્યો માટે અર્પણ કરાયો હતો.

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ દરેક રઢિયાળી રાત્રીએ રાસ ગરબાની ધૂમ મચી હતી અને નામાંકિત કલાકારો દ્વારા કર્ણપ્રિર્ય સ્વરમાં રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.34.80 લાખનો નફો થયો હતો. આ તમામ નફો સેવાકાર્યો માટે ઉપયોગ કરાયો છે. જેમાં 16 જેટલા શહીદ પરિવારોને રૂ.19,.50 લાખ, માધવ ગૌશાળાને રૂ. 11.11 લાખ, અનાથ આશ્રમને રૂ.1.11 લાખ, યંદુનંદન ગૌશાળાને રૂ.1.11 લાખ અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે, હમેશા સેવાકાર્યો માટે નવરાત્રી મહોત્સવ યોજાઈ છે અને તમામ આવક ઉપરાંત પોતાના ખિસ્સામાંથી પણ રકમ ઉમેરીને આ રકમ સેવાકાર્યો માટે વપરાય છે.

- text

- text