મોરબીની ધ વન અપ સોસાયટીમાં નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં એસ.પી.રોડ પર આવેલી ધ વન અપ સોસાયટીમાં નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અર્વાચીન ગરબાના યુગમાં પ્રાચીન ગરબા રમાડવાની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. તેમજ નવમા નોરતે તાજેતરમાં ઈસરો દ્વારા લોન્ચ કરાયેલું ચંદ્રયાનનું રનીંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું.

આ સાથે નવરાત્રીમાં નવમા નોરતે સોસાયટીમાં બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોએ હિન્દુ દેવી-દેવતાઓ, ભારતની મહાન વ્યક્તિઓ તેમજ આઝાદીના લડવૈયાઓનો વેશ ધારણ કરી વાતાવરણને આધ્યાત્મિક સાથે દેશભક્તિના રંગમાં રંગી દીધુ હતું. નવરાત્રીના નવ દિવસ સુધીના દરેક કાર્યક્રમને સફળ બનાવવા ધ વન અપ યુવા ગૃપના તમામ સક્રીય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હોય તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text