મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં વિવિધ સંકલ્પો લઈ નવરાત્રીની સાર્થક ઉજવણી 

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં નવરાત્રીની અદકેરી સાર્થક ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની બહેનોએ માતાજીના રસ ગરબા રમવાની સાથે વિવિધ સંકલ્પો કરી નવરાત્રીની અનેરી ઉજવણી કરી હતી.

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે નવરાત્રીની આ ઉજવણીમાં સંપૂર્ણપણે માતાજીની આરાધના થાય તે માટે તમામ પ્રકારના આયોજન સાથે નવમા નોરતાની સાંજે સાર્થક વિદ્યામંદિર ખાતે નવરાત્રીની ધમાકેદાર અને અલગ રીતે ઉજવણી થઈ હતી જેમાં રાસ ગરબા માં ભાગ લેનાર તમામ બહેનોએ વિવિધ પ્રકારના સંકલ્પો લીધા હતા.

વધુમાં સાર્થક વિદ્યામંદિરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રસંગે સતત બે કલાક તમામ વિદ્યાર્થીઓએ એક જ સાથે એક જ પ્રકારનો રાસ રમીને સૌને અચંબિત કરી દીધા હતા. આ પ્રસંગે વિશેષમાં શાળાના સફાઈ કર્મચારી બહેનોના હસ્તે આરતી કરવામાં આવી હતી અને તેમના હાથે જ ઈનામની વહેંચણી પણ કરાવી ખરા અર્થમાં નવરાત્રી પર્વની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text