મોરબીના લખધીરવાસ ચોકમાં આજથી દુર્ગાપૂજાનો પ્રારંભ 

- text


બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટીનું આયોજન, 5 દિવસ સુધી ચાલશે ધાર્મિક કાર્યક્રમો

મોરબી : બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી મોરબી દ્વારા મોરબીમાં નારી શકિત દુર્ગા થીમ પર આધારિત દુર્ગા પૂજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે.

મોરબીના લખધીરવાસ ચોકમાં તારીખ 20 ઓકટોમ્બર થી 24 ઓક્ટોબર સુધી 5 દિવસ બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવશે. તો આ દુર્ગા પૂજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમિટી દ્વારા પાઠવવામાં આવ્યું છે.

દુર્ગા પૂજામાં બળ, બુદ્ધિ, જ્ઞાન, સમજ, વિવેક, ન્યાય, સત્ય અને જીવનના ઉચ્ચ ધ્યેયનો મહા સંગમ છે. પાંચ દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુર મર્દીની મા દુર્ગાના વિરાટ રૂપના દર્શન, સૌમ્ય દેવી સરસ્વતીના, સમૃદ્ધિ અને યશના દેવી લક્ષ્મીના, વિધ્યા અને બુદ્ધિના સ્વામી ગણેશજીના, શૌર્ય અને બળના સ્વામી કાર્તિકેયજીની પૂજા સ્તૂતી અને આરતી અને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહા સંગમ છે. વધારે માહિતી માટે મોહિતભાઇ રાવલનો મો. 7990215099 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text