મોરબીમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાઓ ઉપર પોલીસ ત્રાટકી : ત્રણ સ્પામાં દરોડા 

- text


ભક્તિનગર ઓવરબ્રિજ પાસેના અફિમ, દરિયાલાલ સ્કવેરમાં આવેલ ઓથ્રી અને મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વેલકમ સ્પામાં પોલીસની કાર્યવાહી 

એસઓજી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબીમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સપાટો બોલાવી દઈ ત્રણ અલગ -અલગ કાર્યવાહીમાં મહિલા સહિતના સંચાલકો દલાલોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી અંતર્ગત ભક્તિનગર ઓવરબ્રિજ પાસેના અફિમ, દરિયાલાલ સ્કવેરમાં આવેલ ઓથ્રી અને મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વેલકમ સ્પા પોલીસની ઝપટે ચડ્યા હતા.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ ખુદ રાજ્યના ગૃહમંત્રી દ્વારા સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાઓ ઉપર તૂટી પડવા પોલીસને આદેશો આપ્યા છે ત્યારે ગઈકાલે મોરબી પોલીસની અલગ – અલગ ટીમોએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરી હતી જે અન્વયે પ્રથમ કાર્યવાહીમાં મોરબી એસઓજી ટીમે ભક્તિનગર ઓવરબ્રિજ પાસે આવેલ અફીમ સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ, રહે.હાલ લાયન્સનગર,શક્તશનાળા કીરણબેન મોહનભાઇ પરમારના મકાનમાં ભાડેથી મોરબી, મુળ રહે.કોહવરા વોર્ડ નં-1 જીલ્લો- ઝાપા (નેપાલ) વાળીને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સુવિધા આપવા સબબ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો નોંધી સ્પા ખાતે હાજર નહીં મળી આવેલા અન્ય આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા રહે.મોરબી વાળને ફરાર દર્શાવી ગુન્હો નોંધી રોકડા રૂપિયા 12,500, રૂપિયા 15 હજારની કિંમતનો મોબાઈલ ફોન તેમજ કોન્ડમનો જથ્થો કબ્જે કરી કુલ રૂપિયા 27,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

જયારે બીજા દરોડામાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર દરીયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ ઓથ્રી સ્પા એન્ડ સલૂનમાં દરોડો પાડી સ્પા સંચાલક દિપક રમેશચંદ ચૌહાણ રહે.બલજીતનગર, પટેલનગર, સેન્ટ્રલ દિલ્હી, હાલ રહે. શનાળારોડ, દરીયાલાલ સ્કવેર મોરબી, કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહાર, રહે. મુળ જાનકી ગ્રામ પંચાયત, વોર્ડ નં.-૦૮,જી. કૈલાલી (નેપાળ) વાળાને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા માટે સુખ સુવિધા આપવા સબબ કાર્યવાહી કરી રોકડા રૂપિયા 4500, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ કોન્ડમના પેકેટ મળી કુલ રૂપિયા 9500નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

જયારે ત્રીજી કાર્યવાહીમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક શીવ કોમ્પલેક્ષમા આવેલ હરીઓમ નાસ્તા ઉપર પહેલા માળે આવેલ વેલકમ સ્પામાં દરોડો પાડી આરોપી જયેશભાઇ મોહનભાઇ પરડવા, રહે.મોરબી- મહેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ, વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત, રહે.પીપળીગામ ધર્મગંગા સોસાયટી તા.જી.મોરબી અને પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર, રહે.મોરબી વિધ્યુતનગર ગરબી ચોક મોરબી વાળાને ઝડપી લઈ ગ્રાહકોને શરીર સુખની સુવિધા આપવા સબબ રોકડા રૂપિયા 5600, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 52,000 તેમજ 39 કોન્ડમ સહીત રૂ.57,600નો મુદામાલ કબ્જે કરી આરોપી મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલા હાજર નહીં મળી આવ્યો હોય ચારેય વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્‍શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આમ, મોરબીમાં લાંબા સમયથી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ ઉપર મોરબી પોલીસે સામુહિક કાર્યવાહી કરતા હાલતુર્ત સ્પાના ગોરખધંધા કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text