ભાજપ કાર્યાલય નિર્માણમાં દરેક કાર્યકરોના સહયોગથી પોતીકાપણુ લાગશે : સી.આર.પાટીલ 

- text


મોરબી જિલ્લા ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્તમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટ જીતવાનો દાવો કર્યો : કોંગ્રેસ, આપના 300 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

મોરબી : મોરબીના બાયપાસ ઉપર નિર્માણ થનાર જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે પ્રેદશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના ભાજપના દરેક કાર્યકરો નિષ્ઠાવાન અને સક્રિય છે. આ કાર્યકરો બીજાને મોટા કરી પોતાની ફરજ નિષ્ઠાભેર બજાવતા હોવાનું જણાવી કાર્યાલય નિર્માણમાં તમામ કાર્યકરોનો સહયોગ માગી પોતીકા પણ માટે સહયોગ જરૂરી હોવાનું કહ્યું હતું. આ સાથે જ સી.આર.પાટીલે સીરામીક ઉધોગકારોની જીવન જીવવાની સાદગી ભરી જીવનશૈલીને બિરદાવી હતી .

આજે મોરબી ખાતે કમલમ ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સીરામીક ઉધોગકારોની પ્રશંસા કરતા કહ્યું હતું આ સીરામીક ઉધોગકારો ચંપલ અને સાદા કપડા પહેરીને પાનના ગલ્લે ઉભા હોય તો કોઈને ખબર ન પડે તેઓ કરોડોના આસામી ઉધોગપતિ છે. મચ્છુ જળ હોનરતને યાદ કરતા તેઓએ કહ્યું હતું કે આ સૌથી મોટી હોનરત હોય અને મોરબી સ્મશાન બની ગયું હતું છતાં પણ મોરબીવાસીઓની ખુમારી એવી છે કે, આવા ભયાનક આઘાતમાંથી બહાર આવી જાત મહેનતથી અકલ્પનય વિકાસ કર્યો છે. આજે મોરબીનો ડંકો માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં ગુંજે છે. સીરામીક ઉધોગને કારણ મોરબીએ ખૂબ જ ઉંચી ઉડાન ભરી છે. ભાજપના કાર્યાલય બાબતે કહ્યું હતું કે, દરેક કાર્યકરોને પોતીકાપણાંનો ભાવ થાય એવું વિશાળ અને કાર્યકરોના સહયોગ વાળું કાર્યાલય બનાવવું છે, ભાજપ કાર્યાલયો બનાવવામાં ગુજરાત મોખરે હોવાનું પણ તેમને કહ્યું હતું.

દરેક કાર્યકરોના સહયોગથી કાર્યાલય બને તેવી હાકલ કરી હતી અને ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય, આગેવાનોના અને કાર્યકરો દ્વારા અંદાજે 13 કરોડના ખર્ચે કાર્યાલય બનશે. દરેકના સહયોગથી કાર્યાલય બને તેમ કહીને આવતીકાલથી કાર્યાલય બનાવવાનું શરૂ થશે અને છ મહિનામાં આ કામ પૂરું થશે. કાર્યાલયનો ઉદેશ્ય એ છે કે કાર્યને લયમાં લાવવાનું સ્થળ એટલે કાર્યાલય છે.આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે મોરબીમાં સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસ અને આપ પાર્ટીના 300 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં વાંકાનેરના ગોરધનભાઈ કુવાડિયા સહિતની ટીમ તેમજ મોરબી આમ આદમી પાર્ટીના અલ્પાબેન કક્કડ સહિતની ટીમે કેસરોયો ખેસ ધારણ કર્યો હતો.

આ તકે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, સંગઠન પ્રમુખ હિતેશ ચૌધરી, સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, જયંતી કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, બાવનજીભાઈ મેતલીયા, પરસોતમ સાબરીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા,નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text