મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિરે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાશે

- text


મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ગાયત્રી મંદિર ખાતે આગામી તારીખ 24 ઓકટોબર ને મંગળવાર ના રોજ સવારે 10 કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બજરંગદળ,વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ ભાગ લેશે અને મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓને ઉપસ્થિત રહેવા પણ આહવાન કરવામાં આવ્યું છે.

મોરબીમાં દશેરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન પણ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાઘપરામાં આવેલા ગાયત્રી મંદિર ખાતે તારીખ 24 ઓક્ટોબર ને મંગળવારના રોજ દશેરાના શુભ અવસરે સવારે 10 કલાકે શુભ મૂર્હતમાં શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરવાનું આયોજન કરાયું છે. પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે વિજયા દશમીના શુભ દિને શસ્ત્ર અને શાસ્ત્રનું વિધિ વત પૂજન કરવાનું આયોજન કરાયું છે. જેમાં તમામ બ્રહ્મ બંધુઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તાઆ કાર્યક્ર માં જોડાઈ અને શાસ્ત્ર અને શસ્ત્રનું વિધિવત પૂજન કરી દશેરાની ઉજવણી કરશે. જેથી મોરબીના તમામ બ્રહ્મ સમાજ અગ્રણીઓને પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text