ખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય મેળવવા માટે અરજી કરવા અપીલ 

- text


મોરબી : સરકાર દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે ખેડૂત યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમણે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકાશે.

- text

વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

- text