એસપી રોડ ઉપર સુવ્યવસ્થિત રીતે પાણી વિતરણ કરવા અમે પ્રયત્નશીલ : રવાપર ગ્રામ પંચાયત

- text


આઇકોન અને ફ્લોરાની આગળ વાલ્વ મૂકી 2 કલાક તેઓની પાછળ આવેલા એપાર્ટમેન્ટને ફોર્સથી પાણી આપવા અમે તૈયાર, પણ સ્થાનિકોની સહમતી નહિ : પાણી સમિતિ ચેરમેન

મોરબી : મોરબીમાં રવાપર ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણ સુવ્યવસ્થિત ન થતું હોવાના સ્થાનિકોના આક્ષેપ બાદ પંચાયત તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ પાણી વિતરણ કરવા તૈયાર જ છે પણ સ્થાનિકો દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો નથી.

સમગ્ર બનાવ અંગે રવાપર ગ્રામ પંચાયતના પાણી સમિતિના ચેરમેન અજયભાઈ ચાવડાએ જણાવ્યું કે પંચાયત દ્વારા 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા છે. રાત્રે ફૂલ પ્રેસરથી આવે છે. પણ અહીં વસ્તી વધી છે. અનેક કનેક્શનો 3ના છે તેના હિસાબે 5થી 6 સોસાયટીને પાણી મળતું નથી.

- text

આઇકોનમાં 9 ટાવર અને ફ્લોરામાં 6 ટાવર છે. આ 15 ટાવરની આગળ કનેક્શન લઈ વાલ્વ મૂકી 2 કલાક માટે તેની પાછળ આવેલા 7 એપાર્ટમેન્ટમાં પાણી આપવા તાજેતરમાં જ નિર્ણય લેવાયો હતો. જેથી ફ્લોરા અને આઇકોનમાં ફૂલ ફોર્સથી પાણી મળે તેવા અમારા પ્રયત્નો છે

- text