ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે મોરબી સીરામીક ઉધોગને ફટકો

- text


વિશ્વના ટોપ-10 એક્સપોર્ટ કન્ટ્રીમાં ઇઝરાયેલ છઠ્ઠા ક્રમનો દેશ છે : મોરબીના સીરામીક ક્લસ્ટરમાંથી દર મહિને 70 કરોડથી વધુની નિકાસ થાય છે

મોરબી : ઇઝરાયેલમાં યુદ્ધને કારણે દર મહિને 70 કરોડથી વધુ ટાઇલ્સની નિકાસ કરતા મોરબીના સીરામીક ઉધોગના એક્સપોર્ટને ફટકો પડ્યો છે. હાલમાં યુદ્ધની સ્થિતિ જોતા કોરોડોના સોદા અટકી ગયા છે અને યુદ્ધને કારણે સીરામીક ઉધોગને કરોડોની નુકશાની થવાની સંભાવના છે.

- text

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ક્લસ્ટર દ્વારા વર્ષ દહાડે 15 હજાર કરોડથી વધુની સીરામીક પ્રોડ્કટની નિકાસ કરવાંમાં આવે છે અને વિશ્વના ટોપ-10 દેશો પૈકી ઇઝરાયેલ મોરબીનો મોટો ખરીદદાર દેશ છે, પણ હાલ ઈંઝરાયેલ યુદ્ધની સ્થિતિને કારણે મોરબી સીરામીક ઉધોગનું એક્સપોર્ટને અસર પડી છે. સીરામીક એક્સપોર્ટ અગ્રણી નિલેશભાઈ જેતપરિયા અને સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટમાં સીરામીક ઉધોગને ફટકો પડયો છે. સીરામીકનું વિદેશમાં જે એક્સપોર્ટ થાય છે. તેમાં ઇઝરાયેલનો છઠો નબર આવે છે. દર મહિને ઇઝરાયેલમાં સીરામીક ઉધોગનું 70થી 80 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. ચાલુ નાણાકીય વર્ષના 4 મહિનામાં 317 કરોડનું એક્સપોર્ટ થયું છે. હાલની યુદ્ધની સ્થિતિને કારણે નિકાસ થયેલો અંદાજે 70 કરોડનો માલ હાલ અટકયો છે અને લોડિંગ અટકી ગયું છે. ઇઝરાયેલમાં જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ રહેશે ત્યાં સુધી મોરબીના સીરામીક ઉધોગને કરોડોની નુકશાની થવાની સંભાવના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- text