હળવદ હાઈ-વે ઉપર તેલ ભરેલા ટેન્કરમા આગ લાગતાં પલ્ટી ખાઈ ગયું

- text


મોડી રાત્રીના રણજીતગઢ ગામના પાટીયા નજીક બની ઘટના : હળવદ પાલિકા અને એલએન્ડટીની ફાયરબ્રિગેડની ટીમો દોડી ગઈ

હળવદ : હળવદ તરફથી માળિયા તરફ જઈ રહેલ તેલ ભરેલા ટેન્કરમાં રણજીતગઢ ગામના પાટીયા નજીક ગતરાત્રીના અચાનક આગ લાગ્યા બાદ ટેન્કર પલ્ટી મારી જતા ભારે અફરા-તફરી મચી જવા પામી હતી જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ હળવદ હાઇવે ઉપર આવેલ રણજીતગઢ ગામના પાટીયા નજીક હળવદ તરફથી માળિયા તરફ જઈ રહેલા પામોલીન તેલ ભરેલા ટેન્કરની કેબિનમાં અચાંનક આગ લાગી હતી આ આગ લાગવાના કારણે ટેન્કર હાઇવે પર જ પલટી ખાઈ ગયું હતું જેના કારણે થોડી વાર માટે રોડની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈ હતી તો બીજી તરફ આગ લાગ્યા બાદ ડ્રાઇવર સમય સૂચકતા જોઈ ટેન્કરમાંથી નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો.આ બનાવને પગલે હળવદ પાલિકા તેમજ એલએન્ડટીની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવતા સતત એક કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

- text

- text