મોરબીના નવા ખારચીયા ગામે વિદેશી દારૂના 638 ચપલા સાથે એક ઝડપાયો

- text


તાલુકા પોલીસે તાલપત્રી નીચે છુપાવેલ વિદેશી દારૂના ચપલાનો જંગી જથ્થો કબ્જે કરી સપ્લાયરનું નામ ખોલાવ્યું

મોરબી : મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેણાંક મકાનના ફળિયામાં તાલપત્રી નીચે છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂના 180 મીલીના 638 ચપલા સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂના ચપલા આપી જનાર ફડસર ગામના સપ્લાયરનું નામ ખોલાવી રૂપિયા 93,360નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રહેતો યોગેશ જીવરાજભાઈ ફેફર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં તાલપત્રી નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે નવા ખારચીયા ગામે રામજી મંદિર પાસે આવેલ આરોપીના રહેણાંકમાં દરોડો પાડતા યોગેશ જીવરાજભાઈ ફેફરના કબ્જા વાળા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કાચની 180 મીલીની 638 બોટલ કિંમત રૂપિયા 93,360નો જથ્થો મળી આવ્યો હતો.

- text

વધુમાં આરોપી યોગેશ જીવરાજભાઈ ફેફરની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો ફડસર ગામના લાખાભાઇ ઉર્ફે લાખામામાં મેરામભાઇ બાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી યોગેશ જીવરાજભાઈ ફેફરને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી દારૂનો જથ્થો સપ્લાય કરનાર લાખાભાઇ ઉર્ફે લાખામામાં મેરામભાઇ બાળાને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.

- text