મોરબી જિલ્લામાં આયુષ્યમાન ભવ: હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘સર્વે સન્તુ નિરામયા’ ના સૂત્ર સાથે લોકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અપાઈ

મોરબી : દેશભરમાં યોજાયેલા આયુષ્માન ભવ: કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દરેક લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાઓથી અવગત કરવા તેમજ ૧૦૦% લાભ પહોંચાડવા માટે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા.૨ ઓક્ટોબર ૨૦૨૩ સુધી સેવા પખવાડિયાની ઉજવણી અન્વયે આરોગ્ય સંસ્થાઓમાં જુદી-જુદી કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રથમ સ્વચ્છતા ડ્રાઈવ તા.૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન અને બીજી સ્વચ્છતા ડ્રાઈવ તા.૨૮, થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રોજ જિલ્લાની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ જવી કે, ૧૭૭ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૫ અર્બન હેલ્થ સેન્ટર, ૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૨ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ૧ ડીસ્ટ્રીક હોસ્પિટલ અને ૧ મેડીકલ કોલેજોમાં આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બિલ્ડીંગની છત ઉપરની સ્વચ્છતા, પાણી લીકેજ રીપેરીંગ, બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મચ્છર/વેક્ટર નિયંત્રણ માટે પેરા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી હતી. ૦૧-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મોરબી જિલ્લાના દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન એક કલાક શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી કરવામાં આવી હતી.

આયુષ્માન ભવ: ૩.૦ માં દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ૧૭ સપ્ટેમ્બર થી ઝુંબેશના રૂપમાં કરવામાં આવ્યું હતું. કુલ ૩૮૫૯ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૪૫૩૧૭૩ ABHA કાર્ડ નવા જનરેટ કરવામાં આવ્યા હતા ઉપરાંત દરેક વ્યક્તિઓના ABHA(આયુષ્માન ભવ હેલ્થ એકાઉન્ટ) કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર અઠવાડીયાના ગુરુવારે મોરબી જિલ્લાના પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કોલેજ મોરબીના સહયોગથી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક રોગોના તજજ્ઞ ડોકટર દ્વારા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કુલ ૧૭૩૦ લાભાર્થીઓએ આ કેમ્પમાં લાભ લીધોહેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં મોરબી જિલ્લાના કુલ ૨૧૨ હેલ્થ એન્ડ વેલનેસ ખાતે દર શનિવારે આયુષ્માન મેળામાં કુલ ૧૯૧૫૬ લોકોને આરોગ્ય તપાસ કરી જરૂરિયાત મુજબ ૭૪૨૦ દર્દીઓને ટેલી કન્સલ્ટન્ટ દ્વારા નિષ્ણાંત ડોકટરો મારફતે યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

આયુષ્માન સભા અંતર્ગત ૨ ઓક્ટોબર – ૨૦૨૩ ના રોજ દરેક ગામમાં /વોર્ડમાં આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ આરોગ્ય સંભાળ, PMJAY કાર્ડની અગત્યતા, ABHA કાર્ડની અગત્યતા વિશે લોકોને માહિતગાર કરી બિન ચેપી રોગો, TB, મેલેરિયા, ડેન્ગ્યું, બીપી, ડાયાબીટીસ જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, પોષણ, એનીમિયા અને સમુદાયમાં જાગૃતિ ફેલાય તે માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. લોકોને સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન, ઓર્ગન ડોનેશન જેવી પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ પખવાડિયામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૨ જી ઑક્ટોબર દરમ્યાન મોરબી જિલ્લાના પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રક્તદાન શિબિર અને બે SDH અને એક જિલ્લા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જિલ્લની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં અંગદાન અંગે જાગૃતા લાવી લોકોને અંગદાન કરવા માટે પોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

- text