મોરબી રામકથામાં દરરોજ કથા શ્રવણની સાથે ભોજનનો લાભ લેતા 25 હજારથી વધુ ભાવિકો

- text


રસોડા માટે મોટી સ્વંય સેવકોની ફોજ ખડેપગે રહી સેવા પૂરી પાડે છે

મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટના દિવગંતોના મોક્ષાર્થે કબીરધામ ખાતે મોરારીબાપુની માનસ શ્રધ્ધાંજલી કથા એટલે રામકથા ચાલી રહી છે. જેમાં હજારો લોકો ઉમટી રામકથાનું શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા શ્રવણ માટે આવતા ભાવિકોના પ્રસાદ માટે રસોડું સતત ધમધમતું રહે છે. આ રસોડામાં સ્વંય સેવકોની મોટી ટિમ સેવા આપીને ભાવિકોને જઠારાગ્નિ તૃપ્ત કરે છે અને દરરોજ 25 હજારથી વધુ લોકો ભોજન-પ્રસાદનો લાભ લે છે.

મોરારીબાપુની રામકથા પાંચમો દિવસ છે. આ કથા સાંભળવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવતા હોય ભવ્ય ડોમ પણ ટુકો પડે છે. આ ભાવિકો માટે ભોજનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ કથા સંભાળવા માટે ભાવિકો વધતા હોય ભોજનનો ટાર્ગેટ રહેતો ન હોવા છતાં છતાં કોઈ ભૂખ્યું જતું નથી. ક્યારેક 20, 25,30 હજાર કે એનાથી વધુ લોકો આવતા હોય કોઈ ભૂખ્યા ન રહે તે માટે સ્વંય સેવકોની મોટી ટીમ રાત દિવસ ખડેપગે રહીને સેવા આપે છે. દરરોજ રસોડામાં અંદાજે 25 હજાર લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. રાત્રે એક વાગ્યાથી જ બપોરના પ્રસાદ માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભોજન બનાવવા માટે ખાસ 300 જેટલા રસોયાની ટીમ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. 125 ગામોના સ્વંય સેવકો જુદી જુદી સેવા આપે છે અને દરરોજ ભાવિકોને 1500 લોકો ભોજન પીરસે છે. 15 મહિલાઓ અને 15 પુરૂષો માટે 30 ટેબલ રાખવામાં આવ્યા છે. મોટા અને વિશાળ એટલે 15 હજાર લોકો જમી શકે તેવા તપેલાઓમાં રોજ જુદુ જુદું શાક, દાળ બનાવવામાં આવે છે. ભાત, બે શાક, રોટલી, મીઠાઈ બનાવીને લોકોને પ્રસાદ આપવામાં આવે છે.રોટલી બનાવવા માટે મોટા તાવડા મૂકી 15થી વધુ લોકો ગરમા ગરમ રોટલી બનાવીને ભાવિકોને પીરસે છે. રસોડામાં ઈશ્વરભાઈ સબાપરા, જયંતીભાઈ પડસુબિયા સહિતના સ્વંય સેવકો કથામાં આવેલો કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની ખાસ તકેદારી રાખે છે. 15 વર્ષથી માંડી 75 વર્ષના લોકો દરરોજ ભોજન માટે સેવા આપવા આવે છે. દરરોજ અલગ અલગ મીઠાઈ અને શાક બનાવવામાં આવે છે. કોઈ દિવસ લાપસી કે કોઈ દિવસ મોહનથાળ તેમજ ચૂરમાંના ઘીથી લથપથ શુદ્ધ લાડુ બનાવવામાં આવે છે.દરરોજ લોટ, તેલ, ઘી સહિતની સામગ્રી હજારો ટન ઠલવાય છે અને ટ્રેકટરમાં આવેલી સામગ્રીને પાવડાથી ખેંચીને એક જગ્યાએ રાખવામાં આવે છે. દરરોજ 25થી 30 હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે છે.

- text

 

- text