મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો

- text


મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત રેવાબેન ઓધવજીભાઈ પટેલ મહિલા કોલેજ દ્વારા બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં S.Y. B.Com. માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી.

આ એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલની મુલાકાત લેવામાં આવી હતી. પોળોના જંગલમાં માંગો પર્વત પર 4 કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું તથા ભીમ અને કલાલ પર્વતની ઉંચી ગિરિમાળાઓ નિહાળી હતી. ટ્રેકિંગ દરમિયાન ત્યાંના નાના-મોટા ઝાડ તથા પશુ પંખીના અવાજ તથા સરીસૃપ પ્રાણીઓ વિશેની ઝીણવટભરી માહિતી પણ મેળવી હતી. પોળોના જંગલોમાં આવેલા પૌરાણિક મંદિરો જેવા કે સૂર્ય મંદિર, જૈન મંદિર, શિવ મંદિર તથા વિરેશ્વર મહાદેવનું મંદિર વગેરેની મુલાકાત લેવામાં આવી હતી. પર્વત માળાની વચ્ચે કુદરતી રીતે રચાયેલ અને હરણાવ નદી પર બંધાયેલ વણજ ડેમની પણ મુલાકાત લીધી હતી. અંબિકા એક્ઝોટિકા રિસોર્ટમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી તથા વોટરપાર્કનો પણ લ્હાવો લીધો હતો.

બીજા દિવસે ભારતભરની 51 શક્તિપીઠ માની 1 શક્તિપીઠ એટલે અંબાજી મંદિરની પણ મુલાકાત લીધી હતી. અંબાજી ખાતે આવેલ ગબ્બર પર્વતના પગથિયાં પગપાળા ચડીને પર્વત પર બિરાજમાન અંબાજી માતાની અખંડ જ્યોતના દર્શન સૌએ કર્યા હતા. ત્યારબાદ કુંભારીયા ખાતે આવેલા જૈન દેરાસરની પણ મુલાકાત લીધી હતી.

- text

બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટના HOD મયુરભાઈ હાલપરા તથા સહ અધ્યાપકગણમાં કેતનભાઈ કડીવાર, ધવલભાઈ સનારીયા, દીપ્તિમેમ, દ્રષ્ટિમેમ, અને ધારામેમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text