વાહ મોરબીનો રીક્ષાચાલક ! વિયેતનામના નાગરિકનું પાકીટ પરત કર્યું

- text


સીટી બી ડિવિઝન પોલીસ મથકની મદદથી વિયેતનામના નાગરિકને વિઝા સહિતના ડોક્યુમેન્ટ પરત કર્યા

મોરબી : સિરામિક નગરી મોરબીમાં વિદેશના અનેક નાગરિકો ધંધાર્થે વસવાટ કરી રહ્યા છે ત્યારે આવા જ એક નાગરિકનું ડોક્યુમેન્ટ અને રોકડ સાથેનું પાકીટ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પડી ગયા બાદ એક પ્રામાણિક રીક્ષાચાલકને મળતા સીટી બી ડીવીઝન પોલીસની મદદથી પરત કર્યું હતું.

મોરબીના માનસર ગામના વતની પ્રમાણિક રીક્ષા ચાલક બીપીનભાઈ દેવરાજભાઈ ક્લોત્રાને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી રોકડા રૂપિયા 7000 તેમજ વીઝા સહિતના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળતા ભાષાકીય સમસ્યાને કારણે તેઓએ સીટી બી ડિવિઝન પોલીસની મદદ લઇ વિદેશી નાગરિકનો સંપર્ક કરવા પ્રયાસ કરતા વિયેતનામના વોન્ગ નામના નાગરિકનું આ પાકીટ હોય તેમનો પોલીસે સંપર્ક કરી પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text