ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરી વરસાદી માહોલ જામશે : અંબાલાલ પટેલ 

- text


17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી 

મોરબી : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવારણ ચોખ્ખુ રહેશે. જોકે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 7 ઓક્ટોબરથી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી 7 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતી જાગરણના રિપોર્ટ મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી તા. 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે ગરમીનો અનુભવ થઇ શકે તેમ હોવાનું જણાવી મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોચવા શક્યતા વ્યક્તિ કરી છે. જ્યારે 26 ઓક્ટોબરથી રાજ્યમાં ગરમીમાં વધ ઘટ થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. 10 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભુ થઇ શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

- text

આ ઉપરાંત 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા જણાઈ રહી છે.તેમણે જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા જણાઈ રહી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલયમાં ભારે હિમ વર્ષા થઇ શકે છે. 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

- text