સીરામીક ફેકટરીમાં ડ્રાઈવર વગર ટ્રક ચાલુ થઈ જતા દીવાલ તોડી વૃક્ષોનો સૌથ વાળી દીધો

- text


ટ્રકના ટાયરમાં પક્ચર પડી જતા અટકી જવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી

મોરબી : મોરબી નજીક આવેલી સીરામીક ફેકટરીમાં ટાઇલ્સનો માલ ભરવા આવેલો ટ્રક ચાલક હેન્ડ બ્રેક મારવાનું ભૂલી જઈને ટ્રક પાર્કિંગમાં રાખીને ચાલ્યા ગયા બાદ ટ્રક મેળે મેળે ચાલુ થઈ જતા આ કારખાનાની દીવાલ તોડી વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. જો કે, ટ્રકના ટાયરમાં પક્ચર પડી જતા અટકી જવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સસ ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં એક ટ્રક ચાલક ટાઇલ્સનો માલ ભરવા આવ્યો હતો. આ અંગે આ સીરામીક ફેકટરીના પ્લાન્ટ મેનેજર જાહીદભાઈના જણાવ્યા મુજબ આ ટ્રક ચાલક કારખાના પાર્કિગમાં ટ્રક ઉભો રાખી બીલટી આપવા અંદર ગયો હતો. ટ્રક ઉભો રાખીને હેન્ડ બ્રેક મારવનું ભૂલી જતા ટ્રક એની મેળે મેળે ચાલુ થઈને રળવા લાગતા કારખાનની દીવાલ તોડી નાખીને પાંચ જેટલા વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. બાદમાં ટ્રકના આગળના ટાયરમાં પંક્ચર પડી જતા ઉભો રહી ગયો હતો.જો કે આ જગ્યાએ કારખાનાનું પાર્કિંગ હતું અને બાજુમાં ગેસનો પ્લાન્ટ હતો. સદનસીબે ટ્રક ઉભો રહી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જો આ ટ્રક ગેસના પાલન્ટ સાથે ભટકાયો હોત તો પ્રચડ વિસ્ફોટ સાથે મોટી દુર્ઘટના થાત પણ સદનસીબે ટ્રક અટકી જતા મોટી ઘાત ટળી હતી.

- text

- text