જલારામ મંદિર ખાતે આયોજિત નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 310 દર્દીઓએ લાભ લીધો

- text


સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાની ઉપસ્થિતીમાં કેમ્પ સંપન્ન

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે સ્વ. હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવારના સહયોગથી આયોજિત નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 310 લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં આ કેમ્પ યોજાયો હતો. જેનો 310 દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત 119 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ.

પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો. આ તકે ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, વસંતભાઈ પોપટ, વિનુભાઈ પોપટ, પ્રકાશભાઈ પોપટ, ચેતનભાઈ પોપટ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 24 માસ દરમ્યાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ 7775 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 3386 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી – 9825082468, હરીશભાઈ રાજા – 9879218415, નિર્મિતભાઈ કક્કડ – 9998880588, અનિલભાઈ સોમૈયા – 8511060066 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text