વિડી જાંબુડિયા પ્રા. શાળામાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરા દ્વારા વિડી જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતું.

ત્યારબાદ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો. અશ્વિન સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીડી જાંબુડિયા તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, એપેડેમીયોલોજિસ્ટ ડો.નિશા, પ્રોગામ આસીસ્ટન્ટ હીના પંડ્યા, તથા ફર્માસિસ્ટ શોયાબ વકાલિયા, FHW ફિરદોષ વડાવિય, અને પ્રા.આ.કેન્દ્ર પાડધરાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ આપેલ હતો.

- text

- text