મોરબીની નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓનું રવાપર રોડ ઉપર સફાઈ અભિયાન

- text


મોરબી : નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતીના દિવસે શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. વિદ્યાર્થીઓએ રવાપર રોડ ઉપર સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી હતી.

ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણનું જતન કરવાનો ગુણ વિકસે, સમાજમાં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે 8.30થી 12.30 સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

આ અભિયાનમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ જીતુભાઈ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, સુપરવાઈઝર મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગના મુખ્ય શિક્ષક કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા, પ્રતિક્ષાબેન મહેતા એ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું હતું.

- text

- text