વાંકાનેરની કાનપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો

- text


વાંકાનેર : તાલુકાની કાનપર પ્રાથમિક શાળાના બે શિક્ષિકાનો વિદાય સમારોહ ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ યોજાયો હતો. જેમાં શિક્ષિકા બહેન તન્વીબેન પરસોત્તમભાઈ અઘારા અને અંજુબેન ભલજીભાઈ મકવાણાને સન્માનભેર વિદાય આપવામાં આવી હતી.

બન્ને શિક્ષિકા બહેનોનો વિદાયમાન કાર્યક્રમ 1 ઓક્ટોબરના રોજ રાત્રે 8.30 કલાકથી શરૂ થયો હતો. જેમાં વિદ્યાર્થી દ્વારા વિદાય ગીતો અને પિરામીડ સોંગ રજૂ કરવામાં આવ્યા હતા. ગામના તમામ વાલીઓ તથા ગામના ઉદ્યોગપતિઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, એસ.એમ.સી.ના સભ્યો સર્વેની હાજરીમાં બંને શિક્ષિકા બહેનોને ભારે હૃદયે વિદાય આપવામાં આવી હતી. શિક્ષિકા બહેનોના કરેલા કામની વાત સાંભળી તમામ ભાવુક થઈ ગયા હતા. પોતાના માનીતા ગુરુઓને વિદાય આપતા વિદ્યાર્થીઓ પણ રડી પડ્યા હતા. વિદાયમાન બહેનોને વિદાય પ્રમાણપત્ર, શાલ, ફૂલહાર અને ઘણી બધી ભેટોથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ વર્ષ 1999થી આ શાળામાંતી બદલીથી ગયેલા તમામ શિક્ષકોને બોલાવીને તેઓનું પણ સન્માન કરાયું હતું. વિદાયમાન થતાં શિક્ષિકા અઘારા તન્વીબેન પરસોત્તમભાઈ દ્વારા 51,000 નું દાન આપી શાળામાં ફર્નિચર બનાવી આપવામાં આવ્યું હતું. તથા મકવાણા અંજુબેન વાલજીભાઈ દ્વારા પણ રૂપિયા 10,000 નું દાન શાળાને આપવામાં આવ્યું હતું. આ તકે યુવા સમિતિ કાનપર અને સમગ્ર કાનપર ગામે કામની જવાબદારી લીધી હતી. ગામના તમામ લોકોએ એક સાથે ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો કડછા શાંતિબેન, મકવાણા અંજુબેન, શેરસિયા અશરફરજાભાઈ, શેરસિયા અબ્દુલરહીમભાઈ તથા આચાર્યશ્રી શાહબુદ્દીનભાઈ બાદીએ ખૂબ જેહમત ઉઠાવી હતી.

- text

આ તકે કુણપરા ગોવિંદભાઈ જગમાલભાઇ (ઉદ્યોગપતિ), માથકિયા શાહબુદ્દીનભાઈ (ઉદ્યોગપતિ), ડો. જી. એ. બાદી (વાંકાનેર), પૂર્વ પી.એસ.આઇ. એમ. એમ .રાઠોડ(રાજકોટ), પૂર્વ શિક્ષક રજાક ઉનડપૌત્રા (ગુજરાતનો વાર્તાકાર શિક્ષક), એમ. એન. બાદી (આચાર્ય તાલુકા શાળા મહીકા), ડો. ગનીભાઈ પટેલ (કૃષિ તજજ્ઞ), પૂર્વ સી.આર.સી કો-ઓર્ડીનેટર વિજય દેત્રોજા, અસ્માબેન એમ. બાદી (સરપંચ ગ્રામ પંચાયત કાનપર), મણવર રમણીકભાઈ વિરજીભાઈ, અઘારા પરસોત્તમભાઈ ધરમશીભાઈ, રવિભાઈ મલાભાઇ મકવાણા (ફાર્મા કંપની ઇંટાસ, બાવળા), મણવર નિખિલભાઇ રમણીકભાઈ, વનરાજભાઈ માલદેભાઈ બોખીરીયા (કન્ટ્રક્શન ટ્રાન્સપોર્ટ, ટ્રક ઓટોમોબાઇલ્સ તથા મોટા ખેડૂત), અબ્બાસભાઈ વી. મન્સુરી (પૂર્વ શિક્ષક કાનપર), જોટંગીયા જયશ્રીબેન વી. (પૂર્વ શિક્ષિકા કાનપર) ઉપસ્થિત રહ્યા હતા.

 

- text