મોરબી – ટંકારામાં ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે 

- text


મોરબી : દિવાળીના તહેવારને લઈને હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ- મોરબી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવા જણાવાયું છે.

મોરબીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડી.એ. ઝાલાએ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે, દિવાળીના તહેવારમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે મોરબી અને ટંકારાના વેપારીઓએ 31 ઓક્ટોબર, 2023 સુધીમાં અરજી રજુ કરવાની રહેશે. ત્યારબાદ થયેલી અજી ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંચ કચેરી- મોરબી, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે રજુ કરવાની રહેશે.

- text

- text