રંગપર પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ 

- text


મોરબી : મોરબીના રંગપર ગામની પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત “જીવનને હા કહો તમાકુ ને ના કહો” શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના વિસ્તારના લોકોમાં તમાકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ગિફટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળા રંગપરના આચાર્ય યાજ્ઞિકભાઈ રાઠોડ અને તમામ શિક્ષકો અને ટીમ રંગપરના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text