ફટાકડીના શોખીન તેમજ મારામારી કરનાર બે સરપંચ સસ્પેન્ડ

- text


તરઘરી અને સરવડના સરપંચને સસ્પેન્ડ કરવા જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ કડક પગલું ભરી માળીયા તાલુકા તરઘરી ગામના સરપંચની હથિયાર ધારા તથા સરવડ ગ્રામ પંચાયતના સરપંચને મારામારીના ગુન્હામાં સંડોવણી બદલ ગુજરાતપંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા હુકમ કરતા ચકચાર જાગી છે.

મોરબી જિલ્લામાં માળીયા(મી.) તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સામે મોરબી સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુના માટે આઈ.પી.સી.એક્ટ, એમ.વી.એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. તેમજ માળીયા(મી.) તાલુકાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા સામે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુના માટે આઈ.પી.સી.એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. આ બન્ને સરપંચો સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ છે.

- text

આમ, સરપંચ તરીકેના જવાબદાર હોદ્દા પર હોય ત્યારે સરપંચે ગુનાઓ આચરીને લોકસેવકને ન છાજે તેવું વર્તન કર્યું છે. જે નૈતિક અધ:પતન તેમજ શરમજનક વર્તણુક ગણવાને પાત્ર હોય ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૯(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તરઘરી ગ્રામ પંચાયતનાં સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાને તેમજ સરવડ ગ્રા.પં.ના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું.

 

 

- text