મોરબી નજીક બાઇક ચોર ઝડપાયો, બાઇક ચોરીના ૯ બનાવોનો ભેદ ઉકેલાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે સાપર નજીક એક બાઇક ચોરને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો છે. જેને મોરબી અને કચ્છ જિલ્લામાંથી કુલ ૯ બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપી છે. તાલુકા પોલીસે આ તમામ ચોરાઉ બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ સાપર ગામની સીમમાં પાવડીયાળી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન જયંતિભાઇ પ્રભુભાઇ બાડા ઉ.વ.૨૭ રહે, ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભૂજવાળો કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા એન્જીન નંબર સર્ચ કરતા આ મોટર સાઇકલ રજી.નં. GJ-03-Al-9490 વાળુ જે સુનિલ કાંતિલાલ મિરાણી રહે. એવન્યુપાર્ક, મોરબીવાળાની માલીકીનુ હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી તે શખ્સની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ સદરહું મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૮ મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપી હતી.

- text

આ કામગીરીમાં પીએસઆઇ બી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કૉન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, જનકસિંહ પરમાર, વિજયભાઇ ડાંગર, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, પંકજભાઇ ગુઢડા, વનરાજસિંહ ચૌહાણ, કિશોરભાઇ દાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા, દિપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતના રોકાયેલ હતા.

- text