તા.29મીએ મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 

- text


બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે

મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની તા.15ની મોકુફ રખાયેલ બેઠક તા.29/9 ના રોજ સાંજે 5 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના 1થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

- text

- text