ચકમપર ગામે ડીમોલેશનના નિરાધાર પરિવારોએ રામધૂન બોલાવી

- text


કલેકટર કચેરીએ નિરાધાર પરિવારો આશરો આપવાની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરી ગયા

મોરબી : મોરબીના ચકમપર ગામે તંત્ર દ્વારા તાજેતરમાં ડીમોલેશન કરાયા બાદ ઘર વિહોણો બનેલા નિરાધાર પરિવારો આજે આશરો આપવાની માંગ સાથે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને કલેકટર કચેરી ખાતે નિરાધાર પરિવારોએ આશરો આપવાની માંગ સાથે રામઘુન બોલાવી ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

મોરબીના ચકમપર ગામે તાજેતરમાં ડીડીઓના આદેશથી તંત્ર દ્વારા કેટલાક મકાનો ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘર વિહોણાં બનેલા નિરાધાર લોકો રજુઆત કરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. પણ કલેકટર હાજર ન હોવાથી આ લોકોએ રામધૂન બોલાવી ભૂખ હળતાલ ઉપર ઉતરી ગયા હતા અને જણાવ્યું હતું કે, ચકમપર ગામે 11 જેટલા પરિવારો એક જ કુટુંબના હોય વર્ષોથી રહેતા હતા. પણ ખોટા રાગદ્વેશ રાખીને તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. એટલે ઘર વિહોણા બની ગયા છે. બાળકો સહિત આ પરિવારો રસ્તા ઉપર ઉતરી ગયા છે અને બાળકો શાળાએ જઈ શકતા નથી. તેમજ લોકો પણ કામધંધે જઈ શકતા નથી. આથી આ અંગે તટસ્થ તપાસ કરીને તેમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે.તેમજ કલેકટરને આવેદન આપી આશરો આપવાની માંગ કરી જો આશરો ન અપાઈ તો બાળકો સાથે પરિવારો માલઢોર લઈને કલેકટર કચેરીમાં જ આશરો લેશે તેવી ચીમકી આપી છે.

- text

- text