શિશુમંદિર શાળામાં આજે ગ્રંથ પરિચય અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન 

- text


મોરબી : વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શક્ત શનાળા ખાતે પુનરૂત્થાન વિદ્યાપીઠ- મોરબી કેન્દ્ર દ્વારા તા. 23 ને શનિવારે બપોરે 3 કલાકે જ્ઞાનસાગર ગ્રંથ પરિચય અને પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે જેનું પ્રદર્શન યોજાશે. જેમાં ગ્રંથોને નજીકથી જોઈ શકશો, વાંચી શકશો તેમજ ખરીદી પણ કરી શકશો. તેમજ સરસ્વતી શિશુમંદિર ખાતે રાત્રે 9 કલાકે વૈચારિક આક્રમણ વિષય પર જ્ઞાન વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન વર્ગમાં મુખ્ય વક્તા તરીકે પુનરૂત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઈન્દુમતિબેન કાટદરે ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનીલભાઈ પરમાર, પુનરૂત્થાન વિદ્યાપીઠના કેન્દ્ર સંયોજક હરકીશનભાઈ અમૃતિયાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text