માળીયાના હરીપર નજીક કન્ટેનરના ઠાઠામાં ભટકાતા ટ્રક ચાલક અને ક્લિનરના મોત 

- text


માળીયા : કચ્છ – માળીયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક બંધ પડેલા કન્ટેનરના ઠાઠામાં ટ્રક ઘુસી જતા ટ્રક ચાલક અને ક્લિનરના મૃત્યુ નિપજ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ નજીક આર.જે.-09-જી.ડી.6463 નંબરનો ટ્રક લઈને જઈ રહેલા ટ્રક ચાલક દીલીપ ગેદાલાલ ભુરીયા રહે.ગામ- નાદાન ખેડા ચીલુર જી.ધાર, મધ્યપ્રદેશ વાળાએ આગળ બંધ પડેલા જી.જે.-03-બીવી-9998 નંબરના કન્ટેનરના ઠાઠામાં ટ્રક અથડાવી દેતા ટ્રક ચાલક દીલીપ ગેદાલાલ ભુરીયા અને ક્લીનર નરવલસીંગ કૈલાશસીંગ નીનામાનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ટ્રાન્સપોર્ટર મુકેશભાઇ તુલશીરામ શર્મા, રહે-ગામ- તીરલા કન્યા માધ્યમીક સ્કુલની પાસે તા- જી-ધાર (મધ્યપ્રદેશ) વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text