મોરબીની લાયન્સનવર શાળાની પાસે આંગણવાડીમાં ગંદકીને ગંજ ખડકાયા

- text


નગરપાલિકાને રજુઆત કરતા સંસ્થાની માલિકીની જગ્યા હોય સફાઈ કરવાની ના પાડી દેતા અંતે જિલ્લા પંચાયતના આઈ.સી.ડી એસ. વિભાગને રજુઆત

મોરબી : મોરબીના લાયન્સનગરમાં આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં જર્જરીત આંગણવાડી અને ખુલ્લી જગ્યા તેમાંની ગંદકી દુર કરવા માટે અગાઉ નગરપાલિકાને રજુઆત કરી હતી. પણ નગરપાલિકાએ આ સંસ્થાની માલિકીની જગ્યા હોય સફાઈ કરવા બાબતે હાથ ઊંચા કરી દેતા અંતે જિલ્લા પંચાયતના આઈ.સી.ડી એસ. વિભાગને રજુઆત કરવામાં આવી છે.

- text

લાયન્સનગર પ્રાથમિક શાળાના આચાર્ય એન.આર. વરમોરાએ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી એસ. વિભાગને રજુઆત કરી હતી કે, લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળાની બાજુમાં દીવાલની જોડે આઇ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી આવેલ છે. અને ઘણા સમયથી આ આંગણવાડી બંધ છે, આસપાસના લોકો આંગણવાડી અને તેના કમ્પાઉન્ડમાં કચરો અને એઠવાળ નાખે છે. આ કારણે ઉપાડવા માટે મોરબી નગરપાલિકાને અગાઉ અરજી કરી હતી. પરંતુ મોરબી નગરપાલિકાના અધિકારી દ્વારા એવો જવાબ આપવામાં આવેલ છે કે શાળાની આસપાસ સફાઇ કરી શકીએ પરંતુ કોઇ સંસ્થાની માલકની જગ્યા હોય તેમાંથી અમે સફાય કરી શકે નહીં, તેવો જવાબ મૌખિક રીતે આપવામાં આવે છે. આ શાળાના બે રૂમ આંગણવાડી બાજુમાં જ આવેલા છે. તેમાં આંગણવાડીના કમ્પાઉન્ડમાં નાખેલ કચરાને કારણે મચ્છર,માખી, દુર્ગંધ અને ઝેરી જીવજંતુ બિકના કારણે બેસાડી શકાતા નથી, તેમ જ અવારાવાર કેરી જીવજંતુઓની બીક પણ રહે છે, જેના કારણે અમારે બે ડ્રમમાં બાળકો બેસાડી શકાતા નથી અને શાળા પાસે પુરતી સંખ્યામાં રૂમ ન હોવાથી બાળકો ખુલ્લામાં બેસવાની રિર્થાત ઊભી થાય છે.આથી આંગણવાડીના કામમાં સફાઈ કરાવી તે જ રીતે આંગણવાડી ડિમોલેશન કરીને અને તે જગ્યા ની બહાર બાજુમાં આવેલા દિવાલની સફાઈ કરાવી નાખીને આ પ્રશ્નના નિવારણની માંગ કરી છે.

- text