મોરબી – હળવદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર 

- text


9 ધોરણ પાસ 18થી 40 વર્ષના યુવક-યુવતીઓ 20 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે 

મોરબી : મોરબી શહેર અને હળવદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીમાં મોરબી અને હળવદ શહેરના વતની હોય તેવા 9 ધોરણ પાસ 18થી 40 વર્ષના યુવક-યુવતીઓ 20 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે .

- text

મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર અને હળવદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.ટ્રાફિક બ્રિગેડમાં જવાન તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવાર મોરબી માટે મોરબી નગરપાલિકા વિસ્તારના અને હળવદ માટે હળવદ નાગર પાલિકા વિસ્તારના રહેવાસી હોવાની સાથે 9 ધોરણ પાસ 18થી 40 વર્ષના યુવક-યુવતીઓ જોડાઈ શકશે. વધુમાં પુરુષ ઉમેદવાર માટે 5 ફૂટ પાંચ ઈંચ અને મહિલા ઉમેદવાર માટે 5 ફૂટ ઉંચાઈ હોવી ફરજીયાત છે. આ ભરતી પ્રક્રિયામાં આગામી તા.20 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.આ અંગે નિયત નમુનામાં અરજી જિલ્લા પોલીસવડાની કચેરી, રૂમ નંબર 11, ટ્રાફિક શાખા ખાતેથી મેળવી જરૂરી પ્રમાણપત્ર સાથેની અરજી જમા કરાવવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

- text