મોટાભેલા માધ્યમિક શાળાના બે કર્મચારીઓને વિદાયમાન અપાયું 

- text


મોરબી : માળીયા તાલુકાના મોટાભેલા ખાતે આવેલ જે.ટી.પટેલ માધ્યમિક શાળાના મદદનિશ શિક્ષક અમે ક્લાર્ક વયમર્યાદાના કારણે નિવૃત થતા બન્ને કર્મચારીઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંઘ-મોરબી દ્વારા સંચાલિત જે.ટી.પટેલ માધ્યમિક શાળા મોટાભેલામાં મદદનિશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કે.જી.કાનાણી તથા જુનિયર બી.સી.ગામી વય નિવૃત થતા તેમનો વય નિવૃતિ વિદાય અને સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત શાળાના માજી આચાર્ય બી.પી.આદ્રોજા, નીચી માંડલ માધ્યમિક શાળાના માજી આચાર્ય મોહનલાલ દેસાઈ ટ્રસ્ટના માનદ મંત્રી છગનભાઇ સરડવા‌ ગામના સરપંચ મુળુભાઇ ગોહેલ, શાળાના આચાર્ય અનિલભાઇ કાંજીયા, નિલેશભાઇ વડાવિયા તથા ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિવૃત થતા બન્ને કર્મચારીઓને શ્રીફળ, પડો આપી સાલ ઓઢાડી સન્માનપુષ્પ આપી વિદાય અને સન્માન આપવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટ અને શાળા પરિવાર વતી મોમેન્ટમ આપી કર્મચારીઓનું સન્માન કરી લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરવામાં આવી હતી.

- text

- text