મોરબીમાં જૈન સમાજના ૭૦ લોકોએ ઉપવાસ તપની ઉગ્ર તપશ્ચર્યા કરી

- text


મોરબી : મોરબી જૈન તપગચ્છ સંઘમાં બિરાજમાન પ.પૂ. પન્યાસ દિવ્ય યશ વિજયજી મહારાજ આદિ ઠ્ઠાણાં ૨ તેમજ સાધ્વીજી ભગવંત સંવેગ રત્નાશ્રીજી. મ.સાની આદિ ઠ્ઠાણાં ૧૧ની નિશ્રામાં પર્યુષણ મહા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ હતી. જેમાં ૭૦ જેટલા લોકોએ ૩ દિવસ, ૬ દિવસ, ૮ દિવસ,૧૫ દિવસ તેમજ એક મહિનાના ઉપવાસ તપની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી

મોરબીમાં ગત તા ૧૯ના રોજ મહામંત્ર નવાકારના જાપ સાથે સવંતરી પ્રતીકમણ મોરબીના ત્રણ સંધના ઉપાશ્રયમાં કરી મનુષ્ય અવતાર જૈન કુળમાં મળ્યો તે જન્મને તપ જપ અને આરાધના કરતા મોરબી દેરાવાસી સ્થાનકવાસી જૈનના મહા પર્વધીરાજ પર્યુષણમાં ગુરૂભગવત આશિર્વાદથી આ મહા પર્વની ઉજવણી કરી હતી અને તારીખ ૨૦ના રોજ ગુરૂ મહાસતીજીના સવારે પ્રતીકમણ કરી ૯૪મી ઓણીના પારણા કરી પારણા ૩ સંધના જૈન સંધના આગેવાનના ઉપાશ્રયમાં અને દરબારગઢ જૈન ઉપાશ્રયમાં સવારે નવકાશીબાદ ૮.૩૦ મોરબીમાં નાના બાળકોથી લઈને ૭૦ ઉપરની ઉમરના તપસ્વીઓએ ધરે પારણા કરી ઉજવ્ણી કરી હતી. ઘરે તપસ્વી અમર રહોના નારા અને આશીર્વાદ સાથે ધામધુમથી ઉજવણી કરી હતી. મોરબીના મહીપતલાલ છગનલાલા સુખડીયા પરીવારમાં એક માતા ત્રણ પુત્ર .સરલાબેન નીતીનભાઈ તન્તા તેમજ સંજય એમ શેઠ તેમજ ભવ્ય કલપેશભાઈ સુખડીયા તેમજ મોરબી સુખડીયા જ્ઞાતિમાં ઉગ્ર તપસ્યા કરી સાથે સાજે મોરબીમાં પધારેલ અને ગુરૂભગવતના જપ તપ સાથે ભક્તોએ આ મનુષ્ય અવતારમા મળેલ જન્મને સાથર્ક કર્યો છે અને તા ૧૯ના દીવસે ધરર્મનાથ દાદા મુળનાયકને સોનાની આગી કરી ભાવિક ભકતો આત્માનુ કલ્યાણની પ્રાથના સાથે તપસવી અમરો રહો અને આવીને આવી તપસ્યા મોરબીમાં થતી રહે તેવી ગુરૂમહારાજએ આજ્ઞા સંધને આપી છે.

- text

- text