મોરબીમાં વાહન અકસ્માત કેસમાં 1.45 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ

- text


મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને લપડાક આપી ગ્રાહકને ન્યાય અપાવ્યો

મોરબી : મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા થઇ નથી એટલે વળતર ન મળે તેમ કહી વીમા કંપનીએ હાથ ઊંચા કરી વીમો ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતા આ મામલે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને જોરદાર લપડાક આપી વીમા કંપની પાસેથી 1.45 લાખ વળતર અપાવીને ગ્રાહકને ન્યાય અપાવ્યો હતો.

- text

મોરબી તાલુકાના ખાનપરના વતની ગીરીરાજસિંહ જાડેજા રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કા પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ તેમનુ વાહન સલતાન પુર રોડ પર જતુ હતુ અને આગળના વાહને એકા-એક બ્રેક લગાવતાં આ વાહનને નુકશાન થયેલ જે સમયે ગ્રાહકે વીમા કંપનીને કાગળો પુરા પાડેલ અને વીમા કંપનીએ એવો જવાબ આપ્યાં કે અકસ્માત સમયે ડ્રાઇવર કોઇ ઇજા થયેલ નથી જેથી વીમો મળે નહી આમ કહી વીમો નામંજુર કરેલ ગ્રાહક મોરબી જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ અને ગ્રાહક અદાલને વીમા કંપનીને કહેલકે અકસ્માત સમયે ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી આવા કારણોસર ગ્રાહકેને વીમો આપવાની ના પાડી શકાય નહીં અને વીમા કંપનીની સેવામાં ખામી હોઇ ગ્રાહકને રૂા. ૧,૩૫,૮૦૦ એક લાખ પાંત્રીસ હજાર આઠસો અને ૭,૦૦૦ સાત હજાર માનસીક ત્રાસના અને ૩૦૦૦ ત્રણ હજાર ખર્ચના બધા મળી ૧,૪૫,૮૦૦ એક લાખ પીસતાલીસ હજાર આઠસો સાત ટકાના વ્યાજ સાથે તા. ૫/૪/૨૦૨૧ થી ચુકવવાનો હુકમ કરેલ છે .

- text