મોરબીમાં વરસાદથી માર્ગો ધોવાઈ જતા ઠેરઠેર ટ્રાફિકજામ

- text


પાવડીયારીથી શાપર અને ખોખરા બેલા રોડ ઉપર સવારથી ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીમાં વરસાદથી માર્ગો ધોવાઈ જતા ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો. જેમાં પાવડીયારીથી શાપર અને ખોખરા બેલા રોડ ઉપર સવારથી ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

મોરબી પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા ઓળઘોળ થઈને મેઘકૃપા વરસાવી રહ્યા છે. પણ વરસાદથી માર્ગોની હાલત બગડી છે. મોટાભાગના માર્ગો ઉપર વરસાદથી ખાડા ખબડા પડી ગયા છે. ગઈકાલે પણ માર્ગોની ખરાબ હાલતથી ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો. આજે પણ માર્ગો ધોવાઈ જવાથી ટ્રાફિકજામ થયો હતો અને પાવડીયારીથી શાપર અને ખોખરા બેલા રોડ, પીપળી રોડ, જેતપર રોડ સહિતના માર્ગો ઉપર સવારથી ટ્રાફિકજામ સર્જાયો છે. ઘણીવાર વરસાદને કારણે પડેલા ખાડામાં વાહન બંધ પડી જાય એટલે ટ્રાફિકજામ થાય છે. ઘણીવાર ચાર ચાર કલાક સુધી ટ્રાફિક હાલતો નથી. તેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી આ પ્રશ્નનું કાયમી નિવારણ આવે તેવી લોકોએ માંગ કરી છે.

- text