રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા તાલુકા પંચાયતના નવા હોદેદારોનું સન્માન કરાયું

- text


વાંકાનેર તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યકમની શરૂઆતમાં જિલ્લા પ્રચારમંત્રી નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠન મંત્ર કરીને કાર્યક્ર્મ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાબ્દિક સ્વાગત અશોકભાઈ સતાસિયા મહાસંઘના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન રાષ્ટ્ર હિતમાં શું કાર્ય કરી રહ્યું છે તેની સચોટ માહિતી મહિલા પાંખના અધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરા દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનો વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબેન ઝાલા, જીજ્ઞાસાબેન મેર (કારોબારી ચેરમેન), પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીર સિંહ ઝાલા, હુસેનભાઈ શેરસિયા (પંચાયત સદસ્ય), વાઘજીભાઈ (જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા), તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ બી.આર.સી મયુરસિહ પરમાર વગેરે મહેમાનોનું સન્માન સાલ અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબેન ઝાલા તથા કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા શિક્ષણહિત માટે અને શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે કટિબદ્ધ રહેવા વચન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે મહિલા ટીમના સ્વાતિબેન દ્વારા કલ્યાણ મંત્ર કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text

- text