મોરબીના રંગપર પાસે ડાઇવર્ઝન રીપેરીંગ કરી રસ્તો ચાલુ કરાયો

- text


માર્ગ અને મકાન વિભાગે વરસાદમાં ધોવાણ થયેલા રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો 

મોરબી : મોરબી જેતપર રોડ ઉપર ગઈકાલે ભારે વરસાદને પગલે રંગપર પાસેનું ડાઈવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આથી આજે માર્ગ અને મકાન વિભાગે વરસાદમાં ધોવાણ થયેલા રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો છે.

મોરબીના જેતપર રોડ ઉપર ફોરટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.આથી રંગપર રોડ ઉપર કોઝવે પાસે ડાઇવર્ઝન આપીને રસ્તો કાઢવામાં આવ્યો છે. પરંતુ ગઈકાલે ભારે વરસાદને કારણે રંગપર રોડ ઉપર કોઝવે પાસે ડાઇવર્ઝન ધોવાઈ ગયું હતું. આથી રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ત્યારે આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભારે વરસાદને કારણે જે રંગપર રોડ ઉપર કોઝવે પાસે ડાઇવર્ઝન ધોવાઈ ગયું હતું. તેનું યોગ્ય રીપેરીંગ કરીને રસ્તો ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે અને આજે માર્ગ અને મકાન વિભાગે વરસાદમાં ધોવાણ થયેલા રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો છે.

- text

- text