અમેરિકામાં ગણેશ પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમ 

- text


સ્વામિનારાયણ સંસ્કારધામ ધ્રાંગધ્રા દ્વારા સ્થાનિક ભારતીય નાગરિકો સાથે મળી આયોજન 

મોરબી : અમેરિકાના ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ધ્રાંગધ્રા દ્વારા રામકૃષ્ણ સ્વામીના વડપણ હેઠળ ગણેશ પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

અમેરિકામાં ગણેશ પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અમેરિકાના ન્યૂજર્સીના પારસીયેની ધામમાં જયભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ગણેશ પ્રાગટ્ય મહોત્સવમાં પ્રેમજીભાઈ ભોરણીયા, મનસુખભાઈ સાવલીયા, બાબુભાઈ ત્રાંબડીયા, નિતીનભાઈ પરીખ, ઘનશ્યામભાઈ મીરાણી, પ્રફુલભાઈ માકડીયા વગેરે જોડાયા હતા અને અંતમાં લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

- text

- text