જુના ઘૂંટુ રોડ ઉપર કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલ્ટી મારી ગયો, ચાલકનો બચાવ

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ કોઝવે વરસાદને કારણે બે કાંઠે વહેતો હોય આજે કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક ચાલક કોઝવે ઉપરથી પસાર થતી વખતે કેડ સમાણાં પાણીના પ્રવાહમાં તણાયને પલ્ટી મારી ગયો હતો. જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકના ગોડાઉનની સામેનો કોઝવે આજે વરસાદના કારણે છલોછલ થઈ કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું અને કોઝવેમાં કેડ સમાણાં પાણી ભરાયેલા હોવાથી પસાર થવું જોખમી હતું. આ કોઝવે ઉપરથી રસ્તા નીકળતા હોય આજે એક ટ્રક ચાલકે કોઝવેના ધસમસતા પાણીમાંથી નીકળવાનું સાહસ કર્યું હતું. પણ પાણીનો પ્રવાહ જોરદાર હોય ટ્રક ચાલકે આ સાહસ ભારે પડ્યું હતું. ટ્રક ચાલક જેવો કોઝવેના પાણીના પંવાહમાંથી નીકળ્યો કે તરતજ પાણીના પ્રવાહમાં ટ્રક તણાયો હતો અને ટ્રક આખો પાણીના પ્રવાહમાં તણાયને ઉધો વળી ગયો હતો. ટ્રક ડુબવા લાગતા ટ્રક ચાલક બચીને તેમાંથી નીકળી ગયો હતો. વરસાદ દરમિયાન કોઝવે પર પસાર થવું ખતરનાક હોય વાહન ચાલકોને કોઝવે પરથી ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે.

- text

- text