માળીયા – હળવદમાં ભુક્કા બોલાવતા મેઘરાજા

- text


માળીયામાં 38મીમી અને હળવદમાં બે કલાકમાં 42 મીમી વરસાદ ખાબક્યો

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવવાનું શરૂ કર્યું છે જેમાં સવારે 10થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન માળીયામાં 38મીમી અને હળવદમાં બે કલાકમાં 42 મીમી વરસાદ વરસ્યો છે.

- text

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૃમના સત્તાવાર આંકડા મુજબ આજે સવારે 10થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન માળીયામાં 38મીમી, હળવદમાં 42 મીમી, મોરબીમાં 11મીમી, ટંકારામાં 7મીમી અને વાંકાનેરમાં 4મીમી વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે આવતીકાલે પણ ભારે પવન સાથે મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેમ હોવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- text