રણછોડગઢમાં મારામારીમાં વૃદ્ધનું મૃત્યુ થયાનું ખુલતા આરોપીઓ સામે હત્યાનો ગુનો ઉમેરાયો

- text


20 દિવસ પહેલા મારામારી થઈ હતી : 15 દિવસ પહેલા મહિલા વૃધ્ધનું મોત થયું હતું

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ૨૦ દિવસ પહેલા બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય તેઓને સારવાર માટે હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.જેમાં એક મહિલા વૃધ્ધનું મૃત્યુ નીપજ્યું હતું આ ગુનામાં ચાર આરોપીઓ પોલીસે ઝડપી લીધા હતા જોકે ફોરેન્સીક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલા વૃધ્ધનું મૃત્યુ માર મારવાથી થયું હોવાનું સામે આવતા ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે હળવદ પોલીસે હત્યાનો ગુનો ઉમેરીયો છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગત તારીખ 31 ઓગસ્ટના રોજ આ ગામમાં જ રહેતા સંજયભાઈ દેવશીભાઈ સુરેલા,માનુબેન ગોકળભાઈ સુરેલા,જયદીપભાઇ ગોકળભાઈ સુરેલા અને પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા સહિતના પરિવારના વ્યક્તિઓ પર રણછોડગઢ ગામે જ રહેતા આરોપી વિક્રમભાઈ મૂળજીભાઈ ફીસડિયા,વિરમભાઈ મૂળજીભાઈ ફીસડિયા,સંગીતાબેન ઉર્ફે ચંદ્રિકાબેન વિક્રમભાઈ ફિસડિયા અને પ્રફુલભાઈ ઉર્ફે પફો દિનેશભાઈ સિહોરાએ હુમલો કર્યો હતો.આ બનાવમાં હળવદ પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ચારે આરોપીઓની ધરપકડ પણ કરી હતી જોકે ગત તારીખ 4/9ના રોજ પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા મોરબી સારવારમાં હોય અને તેઓનું મોત નીપજતાં ફોરેન્સિક પીએમ માટે લાશને રાજકોટ મોકલાઈ હતી.

પીએમના પ્રાથમિક રિપોર્ટમાં આ મહિલા વૃધ્ધનું ઇજાગ્રસ્ત થવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે જેના કારણે હળવદ પોલીસે ઉપરોક્ત ચારે આરોપીઓ સામે 302 એટલે કે હત્યાનો ગુનો ઉમેરીયો હોવાનું જાણવા મળ્યું છે.

- text