ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરો

- text


મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદન અપાયું

મોરબી : શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારા કરી હીંચકારો હુમલો થતા હિન્દૂ સમાજમાં ઘેરો રોષ વ્યાપી ગયો છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદન આપીને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

- text

મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણી અમાસ નિમિતે ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક જેહાદી તત્વો દ્વારા ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં શિવની શોભાયાત્રા જોડાયેલા ભાવિકો અને સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. આવી રીતે ઘણીવાર હિન્દૂ ધર્મના તહેવારોમાં હુમલા થાય છે. ત્યારે પગલાં લેવામાં રાજનેતાઓ અને પોલીસ તંત્ર અસમર્થ પુરવાર થયું છે. આથી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text